Tuesday, October 30, 2018

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?


વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;

સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,

વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,

શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?

ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…

ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,

થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું


– વિવેક મનહર ટેલર

દિવાળીની સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા

લાગેલી ધૂળના આવરણો જ્યારે નીચે પડ્યા
દિવાળીની સાફ સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા,

ક્યાંક કોઈ માળીયા માં છુપાયેલું બાળપણ મળ્યું,
જૂની તસ્વીરો જોતા ખોવાયેલું ભોળપણ મળ્યું

લાકડી દાદાજીની ક્યાંકથી આવી હાથ માં,
દાદાજીની કહેલી વાર્તાઓ,લાવી એ સાથ માં

ક્યાંક થી આઠ આના નો એ સિક્કો મળી આવ્યો,
બાળપણ ની અમીરી ની યાદ એ સાથે લાવ્યો

ગોખેલા જેમાંથી ગુણાકાર ના પાળાઓને,
શાળાની યાદ અપાવી એ 'દેશી હિસાબ'ના પાનાઓએ

વર્ષો જૂનો પરિવાર નો એક આલ્બમ હાથ આવ્યો,
હાલના વેરઝેર ભૂલી જ્યાં આખો પરિવાર સાથ આવ્યો

હતી એક નાની મોટર,પપ્પા એ જે આપી હતી,
હ્ર્દય માં જેને હમેશા સાચવીને રાખી હતી

શાળાના સમયની થોડી તસ્વીર હતી,
ખોવાયેલી એ દોસ્તી જ ત્યારે મારી જાગીર હતી

તાજી થઇ એ યાદો જે ઘરના દરેક ખૂણે પડી હતી,
બસ સમય સાથે તેના પર થોડીક ધૂળ ચડી હતી

સમય ની ધૂળના એ થરો થોડા આઘા કર્યા,
દિવાળીની સાફ સફાઈ કરતા થોડા સ્મરણો જડ્યા

Wednesday, September 6, 2017

ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો...


આ રીતે વહાલ કંઈ કરાય?
ઊભરાયું હોય હેત ટપલીક બે મારીએ પણ સીધો
કાંઈ ધુંબો મરાય?


ઓચિંતા આવીને ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન?
શેરિયુંમા તરતી ઇ કાગળની હોડિયુંનું થોડુંક તો રાખવુંતું ધ્યાન? 
ગામ આખું આવે ભાઇ નદીયું માં નહાવાપણ 
નદીયું થી ગામમાં ઘરાય?
આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય?
ધસમસવું સારું,પણ આટલું તો નહીં જ જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર,અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો
કાંઈ ચીંટીયો ભરાય?
આ રીતે વહાલ કંઈ કરાય?....
 ~ કૃષ્ણ  દવે

Wednesday, January 4, 2017

તૂ ક્યાં જાય છે...???

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

જરાક   તો   નજર   નાખ  
સામે  સ્મશાન   દેખાય  છે .

ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે .

દિવાળી   હોય   કે   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય  છે

આ   બધુ   તો   ઠીક   હતું  
પણ   હદ   તો   ત્યાં   થાય   છે .

લગ્નની   મળે   કંકોત્રી ત્યાં
સીમંતમાં   માંડ   જવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓
 
પાંચ   આંકડા   ના   પગાર   છે ,
પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે ❓

પત્નીનો   ફૉન ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે ❓

ફોનબુક   ભરી   છે   મિત્રોથી 
પણ   કોઈનાયં   ઘરે   ક્યાં   જવાય   છે ❓

હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

કોઈ   ને   ખબર   નથી  
આ   રસ્તો ક્યાં   જાય   છે ❓

થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .

કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,

તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ❓

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,

આવનારી   પેઢી   પૂછશે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ❓

ઍક   વાર   તો   દિલને સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .

ચાલો   જલ્દી   નિર્ણય   લઇએ
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ❓

જરાક   તો   નજર   નાખ  ,
સામે   સ્મશાન   દેખાય  

Wednesday, July 27, 2016

બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ



બાળપણનુ મારૂ ફળીયુ ખોવાયુ
રમતો હૂ એ મારુ આંગણુ ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
રસોડામા રમતું એ પાણીયારુ ખોવાયુ

બધી મળી બેડરૂમમા મને સગવડ પણ
મીઠી નિંદર માણતો એ ધોડીયુ ખોવાયુ
નથીને આવતુ લુંછવા આંસુ આજ કોઈ
મારી માં લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ
બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
ગોળ ઘીનુ મારી બેનીનુ એ ચુરમૂ  ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે ઘાયલ
ફેસબુકને વૉટસએપમા
લંગોટીયા યાર સાથેનુ મારુ
ગામડું ખોવાયુ.



Monday, June 27, 2016

સારું થયું આઝાદ થઈ ગયા

સારું થયું આઝાદ થઇ ગયા.
એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા,
રસ્તા પાણીથી ધોતા હતા,
આપણે કેટલા નસીબવાળા ?
ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.

સારું થયું આઝાદ થઇ ગયા.
તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા,
મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા,
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.
એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા,
સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા,
હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા,
એ બધા  આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા,
હવે બાળકો નું અપહરણ કરી,
અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.
એ ફિરંગીઓ,  લાંચ ખાવા દેતા નહોતા,
એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા,
હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા

Thursday, April 28, 2016

ફરિયાદો

ટેકનિકલ ખામી ને કારણે સૂર્યોદય નહી થાય આકાશ મા શુ કયારેય , આવુ લખેલુ પાટીયુ દેખાય ?

માન્દો હોવા ને કારણે , આજે ચંદ્ર નહિ દેખાય. શુ રાત્રે આવા સમાચાર, ગગન મા ફલેશ થાય?

બિલાડી ને ઘુટણ મા વા થયો છે, એનાથી ઊંદર નહિ પકડાય. દરરોજ બે વાર મુવ લગાડે, તો જ કઇક થશે ઉપાય.

ભમરા ના પગે છાલા પડયા છે, હવે એનાથી ફુલ પર નહી બેસાય. એની એડી એ ક્રેક ક્રીમ લગાવો, તો જ એનાથી ફુલ જોડે પ્રેમ થાય.

વાઘ ને આંખે મોતિયો આવ્યો, એટલે એને શિકાર નહિ દેખાય. એનુ ઓપરેશન તો થઈ શકે, પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથી ને કેળા ની લાલચ ના આપો, હવે એ કેળા નહિ ખાય. ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનુ, પછી કેટલુ વજન વધી જાય?

આ આખી દુનિયા મા બધા જીવો, સરળતાથી જીવી જાય. શુ માણસ નુ જ આખુ જીવન બસ ફરિયાદો મા જ પુરુ થાય??

Thursday, July 2, 2015

Respect The Child


ये जो छोटे होते हे ना 
 दुकान पर, होटल पर,
और वर्कशॉप पर
दरअसल
ये बच्चे अपने घर के बड़े होते है ।
इनकी इज्जत करे